<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બોટાદમાં ચાલીને જઇ રહેલા શાંતુભા ખાચરને ટેમ્‍પો ચાલકે ઠોકર મારતા મોત

આધેડે રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયોઃ માતાજીના મઢે જતી વખતે બનાવઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૬: બોટાદના પાળીયાદ રોડ પર ચાલીને જઇ રહેલા આધેડને ટેમ્‍પોના ચાલકે હડફેટે  લેતા તેનુ રાજકોટમાં સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું

મળતી વિગત મુજબ બોટાદના પાળીયાદ રોડ પર બ્રાહમણ સોસાયટીમાં રહેતા શાંતુભા મનુભા ખાચર (ઉ.વ. ૪૬) તા ૧૦ ના રોજ ઘેરેથી નીકળી ચાલીને માતાજીના મઢે જતા હતા ત્‍યારે ટેમ્‍પોના ચાલકે તેને પાછળથી હડફેટે લેતા ફંગોળાઇ જતા શાંતુભાને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા તેના પરિવારજનો દોડી આવ્‍યા હતા. બાદ આધેડને સારવાર માટે બોટાદ બાદ  વધુ સારવાર માટે રાજકોટ ની એચ.સી.જી. હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇકાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. પી.બી. વાડોતરીયા તથા રાઇટર રવીભાઇ વાંકે પ્રાથમિક કાગળો કરી બોટાદ મોકલવા તજવીજ હાથધરી છે.

(11:02 AM IST)