તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 16th October 2024
પડધરીના પારસે પૈસાની ખેંચથી કંટાળી ફિનાઇલ ગટગટાવી લીધું

રાજકોટ તા. ૧૬: પડધરીમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે વાલ્મિકીવાસમાં રહેતાં પારસ અશોકભાઇ પરમાર (ઉ.વ.૨૩) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.
પારસ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને સંતાનમાં એક પુત્ર છે. તેણે કહ્યું હતું કે પોતે કારખાનામાં નોકરી કરતો હતો, હાલ નોકરી છુટી જતાં રિક્ષાના ફેરા કરે છે. તહેવાર માથે હોઇ પૈસાની સતત ખેંચ હોઇ ચિંતાને કારણે ફિનાઇલ પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે પડધરી પોલીસને જાણ કરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
