News of Wednesday, 16th October 2024
ધોરાજીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળતા વાલીવારસની શોધખોળ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૬: જુનાગઢ રોડ પર આવેલ વિતરાગ ઓઇલ મીલ પાસે અજાણ્યા પુરૂષ બિમાર થઇ જતા વિતરાગ ઓઇલ મીલના સેવાભાવી વિનોદભાઇ બાલઘા ૧૦૮માં ધોરાજી સરકારી દવાખાને લાવતા ફરજ પરના ડોકટરશ્રીએ મૃત જાહેર કરેલ અને પી.એમ. બાદ અજાણ્યા પુરૂષના વાલી વારસ અંગે શોધખોળ કરે છે.
મૃતકે મરૂન કલરનું પેન્ટ પહેરેલ છે. અને ઉંમર આશરે ૫૫ વર્ષ વાળાની સગા સંબંધીઓને ગોતવા અંગે કાર્યવાહી હાથ ધરેલ છે. આ અજાણ્યા પુરૂષની ડેડબોડી માનવસેવા યુવક મંડળ ધોરાજીના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે. અને વાલી વારસદારોએ ૯૮૯૮૭ ૦૧૭૭૪ ધમૈન્દ્ર બાબરીયા, ૯૮૯૮૭ ૧૫૭૭૫ ભોલાભાઇ સોલંકી અથવા તપાસકર્તા પોલીસ અધિકારી કેવીનભાઇ બોરખતરીયા ૮૮૬૬૬ ૬૩૩૨૯ પર સંપર્ક કરવો અથવા તો તાલુકા પોલીસ સ્ટેશન ધોરાજીનો સંપર્ક કરવા જણાવ્યું છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
