તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 16th October 2024
વિરમગામમાં પાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન
૨૦૦ રહેણાંક મકાન, ૬ ધાર્મિક સ્થળો દુર કરવા ૮ જેસીબી સહિતનો ઉપયોગ કરાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ : વિરમગામ શહેરમાં મુનસર દરવાજાથી ગંગાસર દરવાજા પાણીની ટાંકી સુધી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવેને જોડતા બાઇપાસ રોડની બંને બાજુ છેલ્લા ઘણા સમયથી દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે મામલે પાલિકા તંત્ર દ્વારા આજથી દસ દિવસ પહેલા દબાણ હટાવવા ૧૪ ઓક્ટોબર સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમ છતાં દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા પાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ મંદિર દરગાહ સહિત ૨૦૦ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
વિરમગામ શહેરમાં મૂનસર દરવાજાથી ગંગાસર દરવાજા પાણીની ટાંકી સુધી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવેને જોડતા બાયપાસ રોડ બંને બાજુ છેલ્લા કેટલાક સમયથી દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જે મામલે બાલિકા દ્વારા દસ દિવસ પહેલા દબાણ હટાવવા માટે ૧૪ ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તેમજ દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા બાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાત જેસીબી ૧૫ ટ્રેક્ટર છોટાહાથી મજૂરો સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ સમય દરમિયાન તંત્ર અને રહીશો વચ્ચે સંઘર્ષ પેદા ન થાય તે માટે છ પીઆઇ ૧૦ પીએસઆઇ ૧૦૦ પોલીસ ૬૦ હોમગાર્ડ જવાનો મહિલા સહિતના સ્ટાફ સાથે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો હતો. જેમાં ૧૦ મંદિરો દરગાહ સહિત ૨૦૦ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને લોકો બે ઘર બન્યા હતા. શહેરના લાકડી બજાર ઐતિહાસિક ગ્રામેલ મંદિર સહિતની વિવિધ વિસ્તારોમાં રહેણાંક મકાનો તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે મુન્સર દરવાજાથી બાયપાસ ગંગાસર રોડ ૧૮ મીટર પહોળો કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે તેવું પણ જાણવા મળ્યું હતું તેમ જ એપીએમસી માર્કેટ યાર્ડ દરવાજા સુધી રોડ બંને બાજુએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં હજુ આવશે તેવું પણ હાલમાં તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે શહેરના લાકડી બજાર વિસ્તારના રહીશો દ્વારા વિરોધ કરાતા તંત્રની સરકારી જગ્યા ફાળવવાની અહીંયા ધારણા પણ આપવામાં આવી હતી
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
