<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

સૌરાષ્‍ટ્રમાં માવઠા પછી સવારે ઝાકળવર્ષાઃ કચ્‍છના રાપરમાં ૧ ઇંચ

દરરોજ સાંજે વરસતા વરસાદથી ખેડૂતો હેરાનઃપાકને ભારે નુકશાન

પ્રથમ તસ્‍વીરમાં કચ્‍છમાં પડેલ વરસાદ તથા બીજી તસ્‍વીરમાં આટકોટમાં ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્‍વીરઃ વિનોદ ગાલા (ભુજ), કરશન બામટા (આટકોટ)

રાજકોટ,તા. ૧૬: ગઇ કાલે પણ સાંજના સમયે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. જ્‍યારે આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી અને શિયાળા જેવું વાતાવરણ છવાઇ ગયું હતું.

ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે અને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.

આજે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃઆસોમાં અષાઢી માહોલ સર્જાવાની સાથે કચ્‍છમાં સતત ત્રીજે દિવસે વરસેલા વરસાદે ખેડૂતો માટે આફત સર્જી છે. રાપરમાં એક ઈંચ ઉપરાંત અન્‍ય ૫ તાલુકાઓ ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા, લખપતમાં કયાંક વધુ કયાંક ઓછો એમ ઝાપટા સ્‍વરૂપે છુટોછવાયો અડધાથી એક ઈંચ વરસાદ પડ્‍યો હતો. જોકે, આસોમાં આવેલો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બન્‍યો છે. ખેતીના પાકો ને મોટું નુકસાન થયું છે. એક બાજુ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં ઢીલાશ બીજી બાજુ ખાતરની અછત અને ત્રીજી બાજુ મોંઘેરા પાકનો નાશ ખેડૂતો માટે પૈસો અને પરસેવો બંને આ વરસાદ તાણી ગયો છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ વહેલી સવારથી ધુમ્‍મસ ભર્યું વાતાવરણ જોવા મળ્‍યું હાઈવે પર વાહનોને લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્‍યું સવારે ઠંડુ વાતાવરણ બપોરે ગરમીનું વાતાવરણ લોકો ડબલ ઋતુનું અનુભવ કરી રહ્યા છે હવે વરસાદનો આવે તેવી ખેડુતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કારણ મગફળીનાં પાક તૈયાર થય ગયો છે જેને હવે ઉપાડવાની તૈયારી છે ત્‍યારે વરસાદ આવે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ કાલાવડના નવાગામમાં દોઢ ઇંચ તથા પરડવા, ખરેડી, પડાણામાં ઝાપટા પડયા હતા. બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬, મહતમ તાપમાન ૩૩.૫, ભેજનું પ્રમાણ ૯૨%, પવનની ગતિ ૩ કિ.મી. રહી હતી.

(12:42 PM IST)