<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

સદસ્‍યતા અભિયાનમાં મુળુભાઇ બેરા કપુરડીનેશમાં છેવાડાના લોકો સુધી પહોંચ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ :.. ભાજપ દ્વારા શરૂ કરેલ સદસ્‍યતા અભિયાનમાં છેવાડાના વિસ્‍તાર સુધી પહોંચવા આયોજન હોય દ્વારકા જિલ્લાના ભાણવડના બરડા ડુંગરના છેવાડાના ગામો નેશડામાં ગઇકાલે ખંભાળીયા - ભાણવડના ધારાસભ્‍ય તથા રાજય મંત્રીશ્રી મુળુભાઇ બેરા, કપુરડી નેશ તથા બાલા નેશ પહોંચ્‍યા હતા. તથા જાતે મોબાઇલમાં સદસ્‍યો બનાવ્‍યા હતા. જેમની સાથે ભાજપના અગ્રણી ગોવિંદભાઇ કનારા તથા વી. ડી. મોરી વિ. અગ્રણીઓ જોડાયા હતાં.

(1:40 PM IST)