તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
ચોટીલા શ્રી આપાગીગાના ઓટલે હજારો બાળાઓ દ્વારા માતાજીની આરાધના
ગરબી મંડળની દીકરીઓ, ભાવિકોએ અન્નકોટ પ્રસાદનો લાભ લીધોઃ લોકગાયક વિશાલ વરૂએ સંગીતના સૂર પિરસ્યા પૂ.ગોપાલગીરી મહારાજ, મેલડી જગ્યાના મહંત પૂ.દાદબાપુ, મેસરીયા જગ્યાના મહંત પૂ. બંસીદાસબાપુ, ખેરડી જગ્યાના મહંત પૂ.જગુબાપુ, શાન્તુબાપુ વિગેરે સંતો-મહંતોના હસ્તે દરેક દીકરીઓને લ્હાણી વિતરણ અને રોકડ ભેટ પુજા અર્પણઃ નરેન્દ્રબાપુ

રાજકોટઃ ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ‘શ્રી આપાગીગાનો ઓટલો' દ્વારા માં ભગતવતીના નવલા નોરતાના પ્રસંગે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા દિવ્યાતિદિવ્ય તેમજ ભવ્યાતિ ભવ્ય નવશત્રી અનુષ્ઠાન તેમજ નવરાત્રી મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.દરરોજ બ્રહ્મ દેવો દ્વારા સવારથી બપોર સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો સહીતની ધાર્મીકવિધીઓ સાથે દશેરા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હવન કાર્યની પુર્ણાહુતી અને હવનમાં બીડુ હોમવામાં આવેલ હતુ. દશેરાના દિવસે મા ભગવતીના અન્નકોટ દર્શન સમગ્ર અન્નકોટ પ્રસાદનું આવેલ માં ભગવતીના સ્વરૂપ દરેક દિકરીઓ તેમજ મહેમાનીને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતુ.
આ તમામ ધર્મ મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી આપાગીગાન ઓટલોના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ દશેરાના દિવસે ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરૂપે રોકડ (ભેટપૂજા) સંતો અને મહંતોની હાજરીમાં આપવામાં આવેલ હતી. ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ સૌરાષ્ટ્રની અનેક ગરબી મંડળની માં જગદંબા સ્વરૂપ હજારો બાળાઓએ શ્રી આપાગીગાના ઓટલે માં ભગવતીની આરાધના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી આપાગીગાના ઓટલા દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી અવરત પણે ૨૪ કલાક સંપૂર્ણ વિનામુલ્યે અન્નક્ષેત્ર ધમધમી રહયું છે તથા રોજ ખુબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. રાજકોટ, ચોટીલા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દરેક કાર્યકર્તાઓ દ્વારા ખુબજ સહારનીય રીતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ તકે ગરબી મંડળના આયોજક બહેનો ભાઈઓ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પણ સેવાઓ આપી હતી. આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેવુ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ અખબારી યાદીમાં જાણાવ્યું છે.નામાંકીત લોક ગાયક વિશાલ વરૂ વગેરે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે માતાજીની આરાધના કરાવી હતી તેમના સંગીતના સુરે જગદંબા સ્વરૂપ બાળાઓએ ભવ્ય દિવ્ય વાતાવરણ જોવામાં આવ્યુ હતુ.
આ તકે ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વલવી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી બજાવેલ. એસ.પી. શ્રી પંડ્યા, સુરેન્દ્રનગર ડી.વાય.એસ.પી.વી.બી. જાડેજા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલ હતી. તમામનો નરેન્દ્રબાપુ દ્વારા આભાર વ્યકત કરાયાનું યાદીના અંતમાં જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
