<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ધોરાજીમાં તાંત્રિક વિધિ કરી પોતે વિશેષ શક્તિઓને આહવાન કરતો હોવાનું ફેલાવી લોકોમાં અંધશ્રદ્ધા-ભય ઉભો કરનાર શખ્શ સામે કાર્યવાહી

સ્મશાન ગૃહમા અગ્નીદાહ દેવાના ખાટલા સામે બેસી તાંત્રીક વિધી કરતો હોવાનુ તથા વિીન કાળા જાદુઓની શક્તીઓ ધરાવી ડોળ કરતો હતો : વિડિઓ વાયરલ થતા કાર્યવહી કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી તાંત્રીક વિધી કરી પોતે વિશેસ શક્તીઓનુ આહવાન કરવાની આવડત ધરાવતો હોવાનુ ફેલાવી લોકોમા અંધશ્રધ્ધા તથા ભયનુ વાતવરણ ઉભુ થાય તેવુ ક્રુત્ય કરનાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ધોરાજી પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક રોહિતસિંહ ડોડીયા સોશીયલ મીડીયામા એક ઇસમે તાંત્રીકવિધી કરતો વિડીયો વાઇરલ કરી લોકોમા અંધશ્રધ્ધા તથા ભયનું વાતવરણ ઉભું કરનાર શખ્સ ને પકડી પડવા સુચના કરેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ  દ્વારા સોશીયલ મીડીયામા વાઇરલ થયેલ વિડીયો અંગે અંગત બાતમીદાર દ્વારા તાંત્રીક વિધી કરી અંધશ્રધ્ધા ફેલાવી લોકોમા ભયનુ વાતવરણ ઉભુ થાય તેવુ ક્રુત્ય કરનાર  અશ્વીનભાઇ ગોપાલભાઇ મકવાણા રહે.રેલ્વે સ્ટેશન રોડ,ભાદર કોલોની,લાલાલજપતરાય કોલોની,વાલ્મીકીવાસ,ધોરાજી વાળાને
ધોરાજી  પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરતા તેમણે ધોરાજી નગરપાલિકાના સ્મશાન ગૃહમા અગ્નીદાહ દેવાના ખાટલા સામે બેસી તાંત્રીક વિધી કરતો હોવાનુ તથા વિીન કાળા જાદુઓની શક્તીઓ ધરાવી ડોળ કરતો હોવાનુ જણાવેલ જે ને ગણતરીની કલાકોમાં ઝડપી તેની વિરુધ્ધ ગુજરાત અંધશ્રદ્ધા નિવારણ અને માનવ સૃષ્ટિ અને અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓનું નાબૂદી અને બ્લેક મેજિક એક્ટ, 2024 કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી

(7:18 PM IST)