News of Thursday, 17th October 2024
કચ્છના ખાવડા પાસે ૪ ની તીવ્રતાનો ભૂકંપ : લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી ગયા
ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૪૭ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ

રાજકોટ તા.૧૭ : આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપ આવતા ચિંતા પ્રસરી ગઈ છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે ગુરુવારે વહેલી સવારે ૩:૫૪ વાગ્યે કચ્છમાં ૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી ૪૭ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હોવાનું જાણવા મળ્યું છે.
વહેલી સવારે બધા આરામમાં હોવાથી ભૂકંપનો આંચકો આવતા લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી ગયા હતા.જો કે ચારની તીવ્રતાનો ભૂકંપ હોવાથી લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
