News of Thursday, 17th October 2024
તહેવારો નિમિતે કેશોદના ધાર્મિક સ્થળોનો ભાવિકો લાભ લેશે
કેશોદમાં વૈશ્નવ સંપ્રદાયની ત્રણ હવેલી છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૭ :.. છેલ્લા ત્રણેક માસથી ચાલી રહેલા હિન્દુ તહેવારોના કારણે સ્થાનિક કેશોદમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોનો ભાવિકો ભરપુર લાભ લઇ રહ્યા છે. સવાર-સાંજ જયા ભાવિકો સામાન્ય દિવસોમાં દેખાતા તેની સરખામણીમાં અત્યારે ભારે સંખ્યામાં દેખાય રહ્યા છે. તેમાંએ નવરાત્રી દરમિયાન તો લોકોની ધાર્મિક શ્રધ્ધા આસમાને પહોંચી હોય તેવું વાતાવરણ દેખાતું હતું.
સ્થાનિક કેશોદના ધાર્મિક જગ્યામાં જે સ્થળોમાં સમાવેશ થાય છે તેમાં (૧) શ્રી જલારામ મંદિર (ર) શ્રી કુંતનાથ મહાદેવ મંદિર (૩) શ્રી રણછોડરાયજી મંદિર (૪) શ્રી વૈષ્ણવ હવેલી પુરૂષોતમલાલ, (પ) શ્રી વૈષ્ણવ હવેલી(બેટીજીની) (૬) શ્રી વાઘેશ્વરી મંદિર (૭) શ્રી નિલકંઠ મંદિર (૮) શ્રી પીપળેશ્વર મંદિર (૯) શ્રી રામચંદ્રજીનું મંદિર (૧૦) શ્રી સ્વામી નારાયણ મંદિર (૧૧) શ્રી અક્ષયનાથ મહાદેવ (૧ર) શ્રી ગંગનાથ મંદિર (૧૩) શ્રી ગાયત્રી મંદિર (૧૪) શ્રી ખોડીયાર મંદિર (૧પ) શ્રી નવદુર્ગા માતાજીનું મંદિર (૧૬) શ્રી હનુમાનજી મંદિર (૧૭) શ્રી ધારેશ્વર મહાદેવ (૧૮) શ્રી હર્ષદ માતાજીનું મંદિર (૧૯) શ્રી ગીરીરાજજીની હવેલી (ર૦) શ્રી મીઠા ભગત રામ મંદિર અને છેલ્લે આવે છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય.
કેશોદના ઉપરોકત ધાર્મિક સ્થળોને લાગે વળગે છે ત્યાં સુધી સ્થાનિક કેશોદમાં વૈશ્નવ સંપ્રદાયની ત્રણ હવેલી છે. બાકીના બધા એક - એક મંદિર છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
