<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

જયેશભાઇ રાદડીયાના હસ્‍તે ખેતી બેન્‍કની જેતપુર (કાઠી) શાખાની ઓફિસનું ઉદ્‌ધાટન

બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચા ભા.જ.પા. યુવા પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ જિલ્લા ડિરેકટર હરદેવસિંહ જાડેજા ઉપસ્‍થિત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૭: ગુજરાત સ્‍ટેટ કો- ઓપરેટિવ એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલોપેમન્‍ટ  બેન્‍ક (ખેતી બેન્‍ક) રાજયના ખેડૂતોના મધ્‍યમ અને લાંબા સમય માટે વર્ષ ૧૯૫૧ થી કૃષિ વિષયક ધિરાણ કરતી રાજયની અગ્રગણ્‍ય સહકારી બેન્‍ક છે. ખેતી બેન્‍કની જેતપુર (કાઠી) શાખાની નવી ઓફિસનું ઉદ્વાટન બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચાના અધ્‍યક્ષ સ્‍થાને અને પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામ કંડોરણા  ધરાસભ્‍ય જયેશભાઇ રાદડીયાના હસ્‍તે કરવામાંઆવ્‍યું આ શુભ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજય યુવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, રાજકોટ જિલ્લા ડિરેકટર હરદેવસિંહ ટી. જાડેજા અને સહકારી આગેવાન દિનેશભાઇ ભૂવા તથા મોટી સખ્‍યામાં જિલ્લાના સહકારી આગેવાનો અને બેંકના પ્રતિનિધીશ્રી અને સભ્‍યશ્રી ઉપસ્‍થિત રહી શુભકામના પાઠવી અને આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી દ્વારા સભ્‍યશ્રીનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું બેંકની બ્રાન્‍ચ શહેરની મધ્‍યમાં આવી જતા ખેડૂત ભાઇઓએ રાજીપો વ્‍યકત કર્યો હતો.

ખેતી બેન્‍કના રાજકોટ જિલ્લા ડિરેકટર હરદેવસિંહ ટી. જાડેજાએ આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત બેન્‍કના ચેરમેન ડોલરભાઇ કોટેચાનું સન્‍માન કરેલ અને ઉપસ્‍થિત મહાનુભાવોનુ પણ હૃદયપૂર્વક સ્‍વાગત કરી બહુમાન કરેલ હતું (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)  

(11:30 AM IST)