News of Thursday, 17th October 2024
પોરબંદરના નવી બંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને ૧૩,૪૮ કરો.ડથી વધુ ખર્ચે અપગ્રેડ કરાશે
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની રાજય મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઇને કરેલી રજુઆતનો હકારાત્મક પ્રતિસાદ મત્સ્ય ઉતરણ કેન્દ્રમાં ઓકશન હોલ બોટ રીપેરીંગ ફાયર સેફટી ટોયલેટ બ્લોક સહિત સુવિધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭: નવી બંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૧૩.૪૮ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવા ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાએ ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલને કરેલી રજુઆતને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા તાજેતરમાં પોરબંદર જિલ્લાના નવીબંદર તેમજ સાથે ગીર સોમનાથ જિલ્લાના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને કુલ રૂ. પ૪.પ૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે.
પોરબંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઇ ઓડેદરાએ કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા ને નવી બંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને અદ્યતન કરવા અંગે પત્ર લખ્યો હતો.
આ પત્રને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા એ ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલને નવી બંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને અપગ્રેડ કરવા અંગે રજુઆત કરી હતી.
આ રજૂઆતના ફળશ્રુતિ રૂપે ગુજરાત સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂા. ૧૩.૪૮ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે પોરબંદર જિલ્લાના અનેક માછીમારો અને નાની મોટી બોટને વિવિધ લાભ થશે. જે બદલ પોરબંદર જિલ્લાના માછીમારો વતી પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા, તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરાએ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો છે.
૧૦૦ ટકા રાજય પુરૂસ્કૃત મત્સ્ય કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ નવી બંદર મત્સ્ય ઉતરણ કેન્દ્ર ખાતે પ્રોટેકશન બંડ, સ્લોપીંગ હાર્ટ, ઇન્ટરનલ રોડ નેટવર્ક, ઓકશન હોલ, નેટ મેન્ડીંગ શેડ, શોર પ્રોટેકશન, બોટ રીપેરીંગ શોપ, દરિયાઇ સિકયુરિટીને લગત સુવિધાઓ, પાણીની સુવિધાનું નેટવર્ક, લાઇટીંગ સુવિધાઓ, ફાયર ફાઇટીંગને લગત સુવિધાઓ, ટોઇલેટ બ્લોક અને રેસ્ટ શેડ જેવી વિવિધ માળખાકીય સુવિધાઓથી સુસજજ કરવામાં આવશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
