News of Thursday, 17th October 2024
લોધીકા પાસે રાજકોટના દેવજીભાઇ મેરીયા તથા તેના સાઢુ ઉપર ધોકાથી હુમલો
જમીન અંગેના રૂપિયા પાછા માંગવા જતા નાધુ પીપળીયા ગામના નરેશ પરમાર તથા તેના પિતા તૂટી પડયા

રાજકોટ તા. ૧૭ : લોધીકા પાસે જમીનના રૂપિયા બાબતે રાજકોટના પ્રૌઢ તથા તેના સાઢુ ઉપર બે શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયા ગામ ૧૦૦ વારીયા પ્લોટમાં રહેતા દેવજીભાઇ તેજાભાઇ મેરીયાએ આરોપી નરેશ ભૂપતભાઇ પરમાર તથા તેના પિતા ભૂપતભાઇ પરમાર રે. બંને નાધુ પીપળીયા ગામ તા. લોધીકા સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી આરોપી નરેશને અગાઉ જમીન અંગેના રૂપિયા આપેલ હોય જે પાછા માંગવા જતા આરોપી નરેશે કાલભડી - નાધુપીપળીયાના હસ્તે દેવજીભાઇ તથા તેના સાઢુ રમેશભાઇને આંતરી કહેલ કે, અમારા ગામમાં કેમ આવ્યા ? મારી આબરૂમાં ખલેલ પહોંચે છે તેમ કહી ગાળો આપી ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી ફરીવાર અમારા ગામ બાજુ આવશો તો મારી નાંખશું તેવી ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ઉકત પિતા - પુત્ર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
