<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

બરડા જંગલ સફારીમાં ગીરની જેમ ચોક્કસ એરિયામાં સિંહ દર્શનની શકયતા ઓછી

નસીબજોગે પ્રવાસીઓને સિંહ દર્શન થઇ શકેઃ બરડામાં એક સિંહ નર, પાંચ માદા અને બે સિંહ બાળનો વસવાટઃ બરડા જંગલ સફારી તરીકે જાહેર

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭: બરડામાં ગીરની જેમ ‘લાયન સફારી' નહી પણ ‘‘જંગલ સફારી'' તરીકે જાહેર કરવામાં આવ્‍યું છે. બરડા જંગલ સફારીમાં ગીરની જેમ ચોકકસ એરિયામાં સિંહ દર્શનની શકયતા ઓછી છે. જંગલ પ્રવાસમાં નસીબ જોગે પ્રવાસીઓને સિંહ દર્શન થઇ શકે છે. હાલ બરડામાંહ એક સિંહ નર, પાંચ માદા અને બે સિંહ બાળનો વસવાટ છે. ઉપરાંત બરડામાં  દીપડા નીલગાય ચિતલ સાબરનો વસવાટ છે.

બરડા જંગલમાં સિંહ કુદરતી વસવાટ માટે આવ્‍યો છે અને ભવિષ્‍યમાં લોકો સિંહ દર્શન કરી શકે તેવી શકયતાઓ છે પરંતુ તેમાં પણ હાલપુરતી ચોકકસ એરિયામાં સિંહનું દર્શન થઇ શકે તેવી કોઇ શકયતા નથી અને જે રીતે દેવળિયા પાર્કમાં ફેન્‍સિંગ કરેલી હોવાથી ચોકકસ જગ્‍યાએ સિંહનું દર્શન થાય છે તેવી વ્‍યવસ્‍થા બરડા જંગલમાં નકકી થઇ નથી તેથી દિવાળી પહેલા બરડા જંગલમાં સફારીનો શુભારંભ થવાનો છે પરંતુ તેને સિંહદર્શન માટેની સફારી કહી શકાય નહીં તેવું જણાવવામાં આવ્‍યું છે. તેને માત્ર બરડા જંગલ સફારી તરીકે ગણવામાં આવશે આમ છતાં નસીબજોગે સિંહ નજરે ચડી જાય તો પર્યટકોના સદ્દનસીબ ગણવા તેવું પણ માની શકાય છે.

કેટલાક દિવસોથી બરડા જંગલમાં સફારી શરૂ થવા અંગેની ચર્ચાઓ ચાલતી હતી તેમાં અંતે વનવિભાગે જણાવ્‍યું છે કે ટૂંક સમયમાં ગુજરાત વનવિભાગ દ્વારા નાગરિકોને જીવસળષ્ટિ, પર્યાવરણ અને માટે કુદરતી દૃશ્‍યોને જાણવા અને માણવાના સ્‍વાર્ન હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ રોત થવા જઈ રહ્યો છે. પોરબંદર વનવિભાગે જણાવ્‍યા પ્રમાણે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફેલાયેલો છે અને તેથી ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જ્‍યાંથી કિલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે છે ત્‍યાંથી આ બરડા જંગલ સફારીનો શુભારંભ થશે. અંદાજે ૨૭ કિ.મી.નો બરડાને સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઈને ત્‍યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ - અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્‍તારને આવરી લેવામાં આવ્‍યો છે.

ટિકિટનું બૂકિંગ કપુરડીના નાકેથી ઓફલાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે અને સફારી માટેની પરમીટ પણ બૂકિંગ કાઉન્‍ટર ખાતેથી ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે

(2:02 PM IST)