News of Thursday, 17th October 2024
હવે જૂનાગઢનાં વિદ્યાર્થીઓ પણ ભરી શકશે પોતાના સપનાઓની ઉડાન
વડોદરાની કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના માર્ગદર્શન હેઠળ નોબલ યુનિવર્સિટી દ્વારા કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સાથે MoU કરવામાં આવ્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭: ભેંસાણ રોડસ્થિત નોબલ યુનિવર્સીટી તથા ‘કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ' વચ્ચે MoU કરવામાં આવ્યા. આ MoU અંતર્ગત નોબલ યુનિવર્સીટી કેમ્પસ ખાતે IELTS, સ્પોકન ઇંગ્લીશ, GRE, SAT, PTE અને TOEFL lbt જેવી વિદેશ અભ્યાસ માટે ખુબ જરૂરી એવી પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે. આ સિવાય વિદેશ અભ્યાસ અર્થે જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડનાં વિઝા એક્સપર્ટ દ્વારા વિવિધ કાઉન્સેલિંગ સેશન, સેમિનાર, વેબિનાર તથા વિઝાફેરનું આયોજન પણ કરવામાં આવશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિઝા માટેની એપ્લિકેશન કેવી રીતે કરવી, પાસપોર્ટ પ્રોસેસ, અલગ અલગ દેશમાં રહેલા કરિયર ઓપશન્સથી માહિતગાર કરવામાં આવશે. તેમજ વિદેશમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને લઈને વાલીઓમાં રહેલી તમામ મૂંઝવણોનો ઉકેલ એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા આપવમાં આવશે. જૂનાગઢ તથા આસપાસનાં વિસ્તારનાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરે તેમજ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે હેતુથી કરવામાં આવેલા આ MoU અંગેનાં ઉત્તમ નિર્ણયને નોબલ યુનિવર્સીટીનાં પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેશીયા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો- મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડયા તેમજ પ્રોવોસ્ટ ડો. એચ. એન. ખેર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે તેવું નમ્ર નિવેદન પણ કરવામાં આવ્યું હતું. તેમ નોબલ યુનિવર્સીટીનાં રજિસ્ટ્રાર ડો. જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
