News of Thursday, 17th October 2024
જેતપુરના ચાંપરાજપુર ગામના બે સહિત ત્રણ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
પરપ્રાંતીયોને મકાન કે દુકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૭ :.. રૃરલ એલસીબી સ્ટાફે ગત રોજ પણ જાહેરનામાનો ચુસ્ત પણે પાલન કરાવવા પેટ્રોલીંગમાં નીકળતા ચાંપરાજપુર ગામે બે મકાનોમાં જાહેરનામા ભંગ કરેલ હોવાનું બહાર આવ્યુ હતું.
જેમાં એક મકાન વિપુલ ઉકાભાઇ સોલંકીનું કે જેમાં પરપ્રાંતીય પરિવાર રહેતો હોય તેને પુછપરછ કરતા વિપુલ સોલંકીએ કોઇ ભાડા કરાર કરેલ ન હોય કે પોલીસને પણ જાણ કરેલ ન હોય તેમજ અન્ય મકાન જીજ્ઞેષ દિનેશભાઇ કનારાનું હોય જેમાં પણ પર પ્રાંતય રહેતા હતા તેની સાથે પણ કરાર કરેલ ન હોય કે પોલીસને જાણ કરેલ ન હોય એલસીબીએ બન્ને શખ્સો વિરૃધ્ધ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાવેલ હતો.
તેમજ એસઓજી ટીમે શહેરી વિસ્તારમાં તપાસ કરતા ધારેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એચ. એસ. કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં. ૩ તવકકલ ગેરેજમાં હનીફભાઇ ખોખર હાજર હોય તેને માલીક વિશે પુછતા આ ગેરેજના વહીવટ કરતા ઇમરાનભાઇ હનીફભાઇ મકવાણા હોવાનું જણાવતા તે ઇમરાનભાઇ ત્યાં આવેલ તેને આ દુકાનના મકાન માલીકનું નામ પુછતા અબર અશરફભાઇ મકવાણા કે જે તેમના ભાભી હોવાનું અને તેઓ કોમ્પલેક્ષનો વહીવટ કર્તા હોવાનું જણાવેલ ઇમરાન મકવાણાએ આ દુકાન ભાડે આપતી વખતે હનીફભાઇ ખોખર સાથે કોઇ ભાડા કરાર કરેલ ન હોય કે પોલીસને પણ જાણ કરેલ ન હોય એસઓજીએ ઇમરાન મકવાણા વિરૃધ્ધ ઉદ્યોગનગર પોલીસમાં જાહેરનામા ભંગ અંગેની ફરીયાદ નોંધાયેલ.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
