News of Friday, 18th October 2024
અકસ્માતે પાણીમાં ડૂબી જતા કલ્યાણપુર પંથકના મહિલાનું અપમૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૮: કલ્યાણપુરના ધુમથર વાડી વિસ્તારમાં રહેતા રૂપાબેન જેઠાભાઈ ભાદરવા નામના આશરે ૫૫ વર્ષના ગઢવી તળાવમાં ભેંસોને લઈને ગયા હતા. તેઓ તળાવના પાણીમાંથી ભેંસોને હાંકવા એક કાંઠેથી બીજા કાંઠે જઈ રહ્યા હતા, એ દરમિયાન તેમના પગ લપસી જતા તળાવના ઊંડા પાણીમાં ખાબકયા હતા.
જેથી સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતાં જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ સ્ટાફના નરેશભાઈ ધ્રાંગુ, મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ, જયપાલસિંહ, હરજુગભાઈ વિગેરે ફાયર ફાયટર સાથે આ સ્થળે દોડી ગયા હતા અને રૂપાબેનના મળતદેહને બહાર કાઢયો હતો.
મળતકના પતિ જેઠાભાઈ ખેરાજભાઈ ભાદરવાએ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ કરી છે.પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરાવી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
