News of Friday, 18th October 2024
શાપરમાં ૧૩ વર્ષના કુલદીપનું બેભાન થઇ ગયા બાદ મૃત્યુ
જન્મજાત આંચકીની બિમારી હતીઃ કમળો પણ થયો હતો

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતો કુલદીપ ગોૈતમભાઇ યાદવ (ઉ.વ.૧૩) સાંજે આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃતયુ પામનાર કુલદીપને જન્મજાત આંચકીની બિમારી હતી અને કમળો પણ થયો હતો. તેમજ કેટલાક દિવસથી તાવ પણ આવ્યોહ તો. તેના પિતા ગોૈતમકુમાર યાદવ અમદાવાદ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતાં હતાં જેમનું કોરોનાકાળમાં અવસાન થયું હતું. કુલદીપ એકનો એક પુત્ર હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ શાપર પોલીસને કરી હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
