<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

આંતરરાષ્‍ટ્રીય ગરીબી નિર્મુલન દિવસ નિમિત્તે જુનાગઢમાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સર્વાંગી વિકાસ ક્ષેત્રે રાષ્‍ટ્ર સૌના સાથ - સૌના વિકાસ - સૌના પ્રયાસ થકી અનેક આયામો પર આગળ વધી રહ્યું છે : પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૮ : ગરીબીએ સામાજીક કલંક છે એવી વાત કદાચ સાંભળી હશે, અને આમેય ગરીબી નિવારણ માટે સમગ્ર વિશ્વ ચિંતિત છે. ગરિબી નિર્મુલન માટે વિશ્વનાં દેશોએ પોતપોતાનાં અભિયાનો પણ ચલાવી ગરીબી નીવારણ માટે અનેકવિધ યોજનાઓ બનાવી કાર્યો પણ કર્યા છે. આજે આંતરરાષ્‍ટ્રીય  ગરીબી નિર્મુલન  દિવસ ઉજવણી ભાગરૂપે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સોશ્‍યોલોજી વિભાગ દ્વારા જાગળતિ કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ ભૂમિકા સોશ્‍યોલોજી વિભાગના વડા ડો. જયસિંહ ઝાલાએ આપી હતી.

જાગળતિ કાર્યક્રમમાં ઉપસ્‍થિત વિદ્યાર્થીઓને સંદેશો પાઠવતા કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્‍યુ હતુ કે આઝાદી બાદ આપણો દેશ વિવિધ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. સરકાર ગરીબી નિર્મુલન બાબતે અનેક યોજનાઓ અમલીકરણથી કાર્ય કરે છે. સર્વાંગી વિકાસ ક્ષેત્રે રાષ્‍ટ્ર સૌનાં સાથ-સૌનાં વિકાસ-સૌનાં પ્રયાસ થકી અનેક આયામો પર આગળ વધી રહ્યુ છે

કાર્યક્રમનાં વક્‍તા અને ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ એન્‍ડ મેનેજમેન્‍ટ વિભાગનાં વડા પ્રો.(ડો.) ભાવસિંહ ડોડીયાએ જણાવ્‍યુ હતુ કે સતત વધતી જઈ રહેલી વસતિના કારણે સૌથી મોટો પડકાર સંસાધનો પર વધતા જઈ રહેલા દબાણનો છે.આ પ્રાકળતિક સંસાધનોમાં જમીન, પાણી, જંગલ અને ખનિજ સમાવિષ્ટ છે.

કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ, સ્‍વાગત અને આભાર દર્શન ડો. ઋષિરાજ ઉપાધ્‍યાયએ કર્યુ હતુ. કાર્યક્રમમાં યુનિ.નાં શોશ્‍યલ સ્‍ટડીઝ સાથે સંકળાયેલ અનુતાાતક ભવનનાં વિદ્યાર્થીઓ અને  શોધ સ્‍કોલર્સ જોડાયા હતા.

સંશોધનમાં ભારતીયતા વિષય એ યોજાશે રાષ્‍ટ્રીય કાર્ય શાળા

કોલેજ ઓફ ટેકનોલોજીનાં બી.એડ કોલેજ મોતીબાગ જુનાગઢ ખાતે ભક્‍તકવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જુનાગઢ અને ભારતીય વિચાર મંચ ગુજરાત પ્રાંતના સંયુક્‍ત ઉપક્રમે સંશોધનમાં ભારતીયતા વિષયે કાર્યશાળા ૧૯ ઓક્‍ટોબર ૨૦૨૪ સવારે ૯-૦૦ કલાકે યોજાનાર છે.

જીવનની ગુણવત્તાને સુધારવા સાથે રાષ્‍ટ્રીય ધરોહર, સંસ્‍કળતિ અને પર્યાવરણ સાથે સંતુલન બનાવી રાખીને ઉચ્‍ચતમ માનવીય મૂલ્‍યોને આત્‍મસાત કરવાનો અવસર પ્રદાન કરનાર ભક્‍તકવિ નરસીંહ મહેતા યુનિ. અને ભારતિય વિચારમંચ ગુજરાત પ્રાંતનાં સંયુક્‍ત ઉપક્રમે સંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવયસીય કાર્યશાળામાં તજજ્ઞો વિચારમંથન કરશે.

સંશોધનમાં ભારતીયતા વિષયની એક દિવસીય કાર્યશાળાનો મુખ્‍ય ઉદ્દેશ એ છે કે આજની યુવા પેઢી દ્વારા વિજ્ઞાન, આર્ટ્‍સ, વ્‍યાપાર, પ્રબંધન શિક્ષણમાં ઉત્‍કળષ્ટ સંશોધનનો કાર્ય થઈ રહ્યું છે. આ સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણનો સમન્‍વય બની રહે અને આપણાં સાંસ્‍કળતિક મૂલ્‍યોનું સંવહન થાય, તેમ જ વ્‍યાપાર, શિક્ષણ, કાનૂન જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીયતા તેમજ ભારતના મૂલ્‍યોનું દર્શન થઇ શકે તે છે

(1:27 PM IST)