<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

૩ વન સંરક્ષક અને ૭ર વન અધિકારીઓની બદલી

અમરેલીના એમ.યુ. શેખ મોરબીમાં

રાજકોટ તા. ૧૮ :.. રાજયના વન વિભાગ દ્વારા મદદનિશ વન સંરક્ષક કક્ષાના ૩ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમરેલીના એમ. યુ. શેખને મોરબી મૂકવામાં આવ્‍યા છે.

ઉપરાંત વન અધિકારી (વર્ગ-ર) કક્ષાના ૭ર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તુલસીશ્‍યામ ગિરના શૈલેષ ત્રિવેદી જામનગર, સાણંદના સ્‍વપ્‍નશીલ પટેલ સુરેન્‍દ્રનગર, સાસણના કપિલ ભાટીયા, ઉના, જામનગરના યાદવેન્‍દ્રસિંહ જાડેજા, સુરેન્‍દ્રનગર, જામનગરના રાજન જાદવ અમરેલી, રાહુલ પટેલ વલસાડ, આનંદપુરા, નવાગામના ભાર્ગવ બ્રહ્મભટ્ટ બોટાદ, તાલાળાના કૌશિક ખેર દાહોદ, બોડેલીના અનિલ રાઠવા બોટાદ, ગિર પૂર્વના રાજલ પાઠક પોરબંદર, મોરબીના ચેતન દાફડાની ખંભાળીયા, અમરેલીના શાહીદ મકરાણીની જૂનાગઢ રેન્‍જમાં બદલી કરવામાં આવી છે.

(1:34 PM IST)