<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

પોરબંદર ખાસ જેલમાં શરદોત્‍સવ

 

પોરબંદરઃ શરદપૂર્ણિમાએ ખાસ જેલ ખાતે જેલમાં રહેલ કેદીઓ માટે પાયોનિયર ક્‍લબ, સાગરપુત્ર સમન્‍વય અને રેડક્રોસ સોસાયટી  તાલુકા શાખા દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ આ રાસ ગરબામાં જેલમાં હાજર રહેલા સર્વે કેદીઓ તથા ખાસ જેલ અધિક્ષક  પી.એચ.જાડેજા  અને પાયોનિયર ક્‍લબનાં પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા પણ મન મુકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.રાસ ગરબાના આયોજન બદલ પોરબંદર ખાસ જેલના અધિક્ષક  પ્રવિણસિંહ એચ.જાડેજા  દ્વારા  ક્‍લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ  આયોજનમાં ક્‍લબ વતી પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, સેક્રેટરી  વિજયભાઈ ઉનડકટ, હરજીવનભાઈ કોટિયા, પોરબંદર ડિસ્‍ટ્રીક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રેસિડેન્‍ટ  જતિનભાઈ હાથી,જ્‍યેન્‍દ્રભાઈ ખુંટી,કિરીટભાઈ ધોળકિયા અને ભરત પોપટ હાજર રહ્યા હતા. જેલમાં શરદોત્‍સવની ઉજવણીની તસ્‍વીર.

(1:42 PM IST)