<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

થાનમાં સગીરા ઉપર ૮ શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યુ

સુરેન્‍દ્રનગર જીલ્લામાં હૈયુ હચમચાવતી ઘટનાઃ ૭ મહિનામાં ૮ શખ્‍સોનું કારસ્‍તાન

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: સુરેન્‍દ્રનગર જીલ્લાના થાનગઢમાં સગીરા ઉપર ૮ શખ્‍સોએ દુષ્‍કર્મ આચરતા સનસનાટી મચી ગઇ છે. ૭ મહિનામાં ૮ શખ્‍સોએ દુષ્‍કર્મ આચરતા સગીરાની માતાએ આ ૮ શખ્‍સો સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સગીરાનું અપહરણ કરવામાં આવ્‍યું હતું અને અપહરણ કરી અને આ પરિવાર પોતાની દીકરીને શોધતો રહ્યો છતાં પણ આ દીકરીની કોઈ ભાળ મળી ન હતી ત્‍યારે આ છોકરી અને સગીરાને હરીનગર સાથે આવેલા એક મકાનમાં ૧૭ વર્ષની સગીરાને લઈ ગયા હતા અને ત્‍યારબાદ આઠ જેટલા લોકોએ વારાફરતી દુષ્‍કર્મ આચર્યુ હતું. હાલમાં આઠે આરોપીઓ ભાગી ગયા હોવાનું અને ફરાર હોવાનું પોલીસ સુત્રો જણાવી રહી છે અને તેમને ધરપકડ કરવા માટે તજવીજ  કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે આ અંગેની તપાસ હાલમાં એમ. એ.ગઢવી દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસે અજય મનાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ ધ્રુવાભાઈ મહેન્‍દ્ર, કૌશિક ઉર્ફે લાલાભાઇ, વિજયસિંહ નરેન્‍દ્રસિંહ દર્શનભાઈ મુકેશભાઈ કાનાભાઈ હરિભાઈ તેમજ અજયભાઈ નામના શખ્‍સો સામે ફરિયાદ નોંધાતા થાનગઢમાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આરોપી દ્વારા આ સગીરાના ભાઇને પતાવી દેવાની અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટેની પણ ધમકીઓ આપવામાં આવતી હોવાનું પોલીસ સુત્રને જણાવવામાં આવ્‍યું છે. ત્‍યારે આ પરિવારને ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી આ પરિવાર પોલીસ સ્‍ટેશનની બહાર જ બેસી રહેશે તેવું પણ જણાવ્‍યું છે.

(4:03 PM IST)