<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

હવે પશુચારાના નામે કચ્છમાં કાજૂની દાણચોરી: બે કન્ટેનર ભરી કાજુ ઝડપાયા

સોપારી, રમકડા, સિગારેટ, ડ્રાયફૂટના દાણચોરો બેફામ : દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર રાષ્ટ્રદ્રોહી તત્વો ઉપર અંકુશ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કેન્દ્ર સરકારના નિયમોનો ગેરલાભ લઇ ખોટી માહિતી આપી એકની બીજી ચીજો મંગાવી કરોડો રૂપિયાની કસ્ટમ ચોરી કરનાર દાણચોરોનું નેટવર્ક તોડવા દેશની સરકારી એજન્સીઓ એક બનવું જોઈશે. 

      બેફામ બનેલ દાણચોરો એ હવે પશુચારા કેટલફીડ ના નામે કાજુ ટુકડા મંગાવવાનો કિસ્સો ડીઆરઆઈએ ઝડપ્યો છે. સોપારી, સિગારેટ, રમકડાં અને હવે કાજુ વ્હાઈટ કોલર દાણચોરો બેફામ બન્યા છે. મુન્દ્રામાં કેટલફીડ પશુચારાના નામે આયાત કરાયેલ બે કન્ટેનર ભરીને તૂટેલા કાજુ ઝડપાયા છે. જોકે, દાણચોરોની કમર તોડવા એજન્સીઓનું સંકલન જરૂરી છે. કસ્ટમ હાઉસ એજન્ટ ઉપરાંત કસ્ટમ અધિકારીઓનું બેક ગ્રાઉન્ડ પણ એજન્સીઓના રડારમાં આવે તો દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર રાષ્ટ્રદ્રોહી તત્વો ઉપર અંકુશ આવે.

(9:25 AM IST)