News of Saturday, 19th October 2024
ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે હથિયાર લાયસન્સ શરત ભંગનો ગુન્હો
ભીમા દુલાનો પુત્ર લખમણ ભીમા પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેનઃ હથિયારની શરતો મુજબ નિયમ મુજબ કરતા વધુ કાર્ટીસ ઝડપાયાઃ લાયસન્સવાળા હથિયારની શરત મુજબ વાર્ષિક ૧૦૦ કાર્ટીસ રાખવાને બદલે ૧૦૦ થી વધુ કાર્ટીસ મળી આવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: આદિત્યાણાના બોરીચામાં ભીમા દુલા ઓડેદરાના ઘેર પોલીસની રેડ દરમિયાન લાયસન્સવાળા ચાર હથિયારો મળી આવ્યા હતા. આ લાયસન્સવાળા હથિયારમાં ભીમા દુલાના પુત્ર લખમણ ભીમા અને પુત્રવધુ સંતોકબેનના હથિયારો હતા. પોલીસને તપાસમાં હથિયાર લાયસન્સના શરત મુજબ, નિયમ કરતા વધુ કાર્ટીસ મળી આવ્યા હતા. હથીયાર લાયસન્સ શરત ભંગ અંગે ભીમા દુલાના પુત્ર લખમણ ભીમા અને ભીમા દુલાના પુત્રવધુ અને લખમણના પત્ની સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
ભીમા દુલાના પુત્ર લખમણ ભીમા અને પુત્રવધુ સંતોકબેન લખમણ સામે હથિયાર લાયસન્સ શરત ભંગની પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે, આરોપી લખમણ નાએ પોતાના હથિયાર લાયસન્સમાં જણાવેલ શરતો પૈકી એક વર્ષમાં ૧૦૦ કાર્ટીસ ખરીદ કરવાના હોય જેના બદલે ૩૮ બોર પીસ્ટલ સાથે ૧૦૬ જીવતા કાર્ટીશ તથા ૩૮ બોર રીવોલ્વર સાથે ૧૩૦ જીવતા કાર્ટીશ મળી આવેલ હોય તથા આરોપી સંતોકબેન લખમણ નાએ પોતાના હથિયાર લાયસન્સમાં જણાવેલ શરતો પૈકી એક વર્ષમાં ૧૦૦ કાર્ટીસ ખરીદ કરવાના હોય જેના બદલે ૧ર બોર ડબલ બેરલ ગન સાથે ૧૦૭ જીવતા કાર્ટીશ મળી આવતા બંન્ને આરોપીઓએ હથિયાર લાયસન્સની શરતનો ભંગ કરી શરત કરતા વધારે કાર્ટીશ રાખી ગુન્હો કરેલ.
વધુ તપાસ રાણાવાવના પીએસઆઇ પી.ડી.જાદવ (એસ.ઓ.જી.) ચલાવી રહયા છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
