તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 19th October 2024
શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવને ૨૦૦ કિલો ગુલાબ તથા રંગબેરંગી ફુલોનો શણગાર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે : બપોરે 4 વાગ્યે પોથીયાત્રા યોજાશે : જેમાં ગામલોકો સહિત ૫૦૦ ભક્તો જોડાશે

રાજકોટ તા.૧૯ : શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે. જે અંતર્ગત બપોરે 4 વાગ્યે પોથીયાત્રા યોજાશે. જેમાં ગામના અને ભક્તો સહિત 500થી વધુ લોકો જોડાશે. સિંહાસને 200 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે દાદાને પહેરાવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનમાં 15 દિવસે તૈયાર થયા હતા.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
