News of Sunday, 20th October 2024
અમરેલીમાં ખેત મજુરો પર આભ ફાટ્યું, વીજળી પડતા ૫ લોકોના મોત
આ લોકોએ ૧૦૮માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી

અમરેલી, તા.૨૦,
અમરેલીના લાઠીમાં વરસાદ સાથે આંબરડી ગામમાં વીજળી પડી હતી. જેના કારણે ૫ લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતી કરીને પરત ફરી રહેલા પાંચ મજૂરોએ આકાશી દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ લોકોને ગભરાટના કારણે ઢંસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ લોકો કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી તેઓ આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. આ લોકોએ ૧૦૮માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી.
મૃતકોના નામ
* ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા -ઉંમર ૩૫ -ગામ આંબરડી
* શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા -ઉંમર ૧૮ -ગામ આંબરડી
* રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા -૭ વર્ષ બાળકી -ગામ આંબરડી
* રૂપાલીબેન દલસુખભાઈ -ઉંમર ૮ વર્ષ બાળકી- ગામ આંબરડી
* રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા ઉંમર ૫ ગામ આંબરડી
અમરેલી જિલ્લાના બગસરામાં આ વર્ષ ચોમાસાની સિઝનમાં ૧૧.૮૮ મિમી ૪૭ ઈંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતીના તમામ પાકોમાં નુકસાની થઈ છે. બગસરા પંથકમાં કુલ જમીન ૨૯,૮૯૫ હેકટર ખેતીની જમીન છે, જેમાં મગફળીનું ૪,૭૮૪ હેકટરમાં વાવેતર, કપાસનું ૧૪,૦૭૨ હેકટરમાં વાવેતર તેમજ સોયાબીનનું ૬,૫૨૪ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
