News of Sunday, 20th October 2024
અમદાવાદ-કેશોદ અને દીવની નવી ફ્લાઇટ શરૂ થશે
આ ફ્લાઈટ સવારે 10.55 મિનિટે ઉપડી 11.20 કલાકે કેશોદ પહોંચશેઃ ત્યારબાદ કેશોદથી દીવ માટે રવાના થશે.

જુનાગઢઃ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા-જતા હોય છે. હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે. આગામી 29 ઓક્ટોબરથી અમદાવાદ કેશોદ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે ચાલુ થનારી આ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10.55 મિનિટે ઉપડશે જે સવારે 11.20 કલાકે કેશોદ પહોંચશે.
અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10.55 મિનિટે ઉપડશે જે સવારે 11.20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3.55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે. ત્યારબાદ કેશોદથી બપારે 4.20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂટ પર ચલાવવામાં આવશે.
કેશોદ-મુંબઈ વચ્ચે હવે ત્રણના બદલે ચાર દિવસ ફ્લાઈટ મળશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદથી મુંબઈ જતી ફ્લાઈટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદથી મુંબઈ ફ્લાઇટ ચાલશે. આ ફ્લાઈટ રવિવાર, સોમવાર,બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય જતીન સોઢાએ જણાવ્યું હતું કે, કેશોદ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
