<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

જામનગરના કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો

નિકાવા, ડાંગરવાડા, રાજડા બેડીયા, શીશાંગ, પીપર, બામણગામ, ગૂંડદા, કાલમેઘડા, ડેરી, સહીતના ગામમાં વરસાદ

જામનગરના કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી શહેરના જાહેર માર્ગો પર ફરી વળ્યાં.  કાલાવાડના નિકાવા, ડાંગરવાડા, રાજડા બેડીયા, શીશાંગ, પીપર, બામણગામ, ગૂંડદા, કાલમેઘડા, ડેરી, સહીતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


 

(5:15 PM IST)