News of Sunday, 20th October 2024
ધોરાજીમાં ફરી આંસોએ અષાઢી મહોલ: ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તા પર પાણી ભરાયા
સ્ટેશન રોડ જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેક્સી ચોક ચકલા ચોક હોકળા કાંઠા રોડ નદી બજાર વગેરે વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી ભારે બફારા બાદ દરરોજ સાંજના સમયે વરસાદના અમી છાંટણા તો ક્યાંક ભારે વરસાદ નોંધાતો આવ્યો છે ત્યારે ફરી આજે રવિવારે બપોરના સમયે ભારે બફારા બાદ આસો એ અષાઢી મહોલ એ પ્રકારનો વાતાવરણ સર્જાતા એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો અને ધોરાજી શહેર અને પંથક માં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ ધોરાજી શહેરના સ્ટેશન રોડ જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેક્સી ચોક ચકલા ચોક હોકળા કાંઠા રોડ નદી બજાર વગેરે વિસ્તારોમાં પાણી ભરાણા હતા તેમજ હાલમાં દિવાળી પર્વ ચાલતો હોય અને ફટાકડા નો પણ વેચાણ શરૂ થઈ ગયું હોય આવા સમયમાં વરસાદ શરૂ થતા ખેડૂતોને તેમજ આમ જનતાને અને વેપારીઓને પણ નુકસાની વેઠવી પડી હોય તેવા સંજોગો ઊભા થયા છે
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
