News of Sunday, 20th October 2024
સાંજે લોધિકામાં ગાજવીજ સાથે 2 કલાકમાં સાડા 4 ઈંચ ખાબક્યો :રાજકોટમાં અઢી ઈંચ વરસાદ
નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ:રવિવારની રજા હોવાથી દિવાળીની ખરીદી કરવા જવાનો પ્લાન પર પાણી ફરી વળ્યું

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે લોધીકામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે આસો મહિનામાં અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ સર્જાયું હતુ. લોધીકામાં સાડા 4 ઈંચ વરસાદના પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી
આજે આખા દિવસ દરમિયાન 17 તાલુકામાં 1 ઈંચથી વધુ,7 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 3 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં છેલ્લા 4 કલાકમાં સવા 2 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આજે રવિવારની રજા હોવાથી રાજકોટવાસીઓએ દિવાળીની ખરીદી કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અચાનક વરસાદ તૂટી પડતાં રવિવારની રજા ઘરમાં જ વીતાવવાની ફરજ પડી છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
