<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ભાવનગરમાં ઉપરવાસમાંમાં ભારે વરસાદને લઇ કાળુભાર ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા

-ઉમરાળા, ભોજાવદર, તરપાળા, ચોગઠ, સમઢીયાળા, ધરપાળા, રતનપર હડમતાળા સહિત ગામોને એલર્ટ કરાયા

આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકામાં એક મિલીમીટરથી લઈને 117 મિલીમીટર વરસાદ વરસ્યો છે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પડી રહ્યો છે વરસાદ. માળીયા, મેંદરડા, કેશોદ, વિસાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે

  દરમિયાન ભાવનગરમાં ઉપરવાસમાંમાં પડેલા ભારે વરસાદને લઇ કાળુભાર ડેમના 2 દરવાજા ખોલાયા છે. 2 દરવાજા 0.15 મીટર ખોલતા તાલુકાના 8 ગામોને એલર્ટ કરાયા છે. ઉમરાળા, ભોજાવદર, તરપાળા, ચોગઠ, સમઢીયાળા, ધરપાળા, રતનપર હડમતાળા સહિત ગામોને એલર્ટ કરાયા છે. નદી પટમાં ન જવા ગામ લોકોને તંત્ર એ જણાવ્યું છે.

(8:38 PM IST)