<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

ખંભાળિયા પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

ખેતરોમાં મગફળીના કાઢેલા પાક પર વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયા છીનવાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખંભાળિયા પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હરીપર ગામે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખેતરોમાં મગફળીના કાઢેલા પાક પર વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયા છીનવાયો હોવાનું કહેવાય છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

(8:40 PM IST)