News of Sunday, 20th October 2024
કાલાવડ પંથકમાં પાંચથી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો
ધોધમાર વરસાદ વરસતા ખેતર નદી સમાન બની ગયા:મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતો પાયમાલ : રાહત પેકેજ જાહેર કરવા માંગ

જામનગર : છેલ્લા પાંચેક દિવસથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે રવિવારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાએ પાંચથી છ ઈંચ જેટલો વરસાદ વરસાવતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, એક તરફ ખેતરમાં મગફળીના પાથરા પડયા હતા ત્યારે જ ધોધમાર વરસાદ વરસતા ખેતર નદી સમાન બની ગયા હતા અને મગફળીના પાથરા તણાઈ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
રવિવારે કમોસમી વરસાદને કારણે કાલાવડ તાલુકાના નવાગામ, ધુનધોરાજી, ઉમરાળા, મકરાણી સણોસરા, સરવાણીયા, મોટા પાંચદેવડા, નાના પાંચદેવડા, છતર, બોડી, મછલીવડ, સનાળા, જામવાડી, મોટીવાવડી, હકુમતી સરવાણીયા, ટોડા, ફગાસ, માછરડા, ભંગડા, હરિપર મેવાસા, રિનારી, જાલણસર, અરલા ગામોમા ખેડુતોનો પાક સંપુર્ણપણે નાશ પામ્યો હતો. ગામે ગામથી સરપંચો દ્વારા આવી સ્થિતિમાં સરકાર સર્વે કરવાને બદલે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
