News of Sunday, 20th October 2024
પાણીની વધતી આવક :મચ્છુ-2 ડેમનો એક દરવાજો 2 ઇંચથી વધારી હવે 2 ફૂટ ખોલાયો
નીચાળવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના

મોરબી : મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલ 1295 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ અગાઉ જે 2 ઇંચ ખોલવામાં આવ્યો હતો. તેને 2 ફૂટ ખોલી દેવામાં આવ્યો છે.
મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલુ છે. આથી ડેમના નીચવાસના ગામો જેવા કે,મોરબી તાલુકના (૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ, (૪)ટીબડી, (૫)ધરમપુર, (5)રવાપર (૭)અમરેલી, (૮)વનાળિયા, (૯)ગોર ખીજડીયા, (૧૦) માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩)રવાપર, (૧૪)ગુંગણ – (૧૫)ના રણકા, (૧૬) બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯) સોખડા, (૨૦)અમરનગર, માળીયા તાલુકાના (૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪) મેધપર, (પ)હરીપર, (૬)મહેન્દ્રગઢ, (૭)ફતેપર, (૮)સોનગઢ. (૯)માળિયા (મી)ને સાવચેત કરવામાં આવ્યા છે. ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સૂચના અપાઈ છે
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
