<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ભુજની પાલારા જેલની મહિલા બેરેકેમાંથી મોબાઇલ, રાઉટર સાથે મેકઅપના સાધનો અને રસોઈનો સામાન મળતાં ચકચાર

ચકચારી મનીષા ગોસ્વામીની બેરેકમાંથી જ વસ્તુઓ મળી, મનીષા પાસેથી અગાઉ જેલમાં જ ત્રણ મોબાઇલ મળ્યા છે, જેલની સુરક્ષા સામે સવાલો, વારંવાર મોબાઇલ મળ્યા બાદ પોલીસ આગળનું પગેરું શોધવામાં નિષ્ફળ?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : સરકારની સલામત ગુજરાતની વાતો વચ્ચે હવે રાજ્યની કચ્છ જેવા સંવેદનશીલ સરહદી જિલ્લાની જેલોમાં ખુલેઆમ પ્રતિબંધિત ચીજો મળે છે અને પોલીસ ચીજો શોધી કેસ કર્યા બાદ પગેરું શોધવામાં ફાંફા મારે છે. હા, આ વાસ્તવિકતા ફરી એક વખત ભુજની પાલારા જેલમાં તપાસ દરમ્યાન સામે આવી છે સાથે સાથે જેલની સુરક્ષા સામે સવાલો સર્જાયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે ફરી એક વખત પ્રતિબંધિત ચીજો ઝડપી છે ત્યારે એ પ્રશ્ન ચર્ચામાં છે કે આ વખતે તપાસ ક્યાં પહોંચે છે. પોલીસની સયુંક્ત ટીમ અને જેલ પ્રશાસને પાલારા જેલની મહિલા બેરેકમાંથી મોબાઇલ, રાઉટર, ચાર્જર, યુએસબી કેબલ ઝડપ્યા હતા. ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામી અહીં આ બેરેકમાં છે. ભુજના માધાપરના આહીર યુવાનના હનીટ્રેપ આપઘાત પ્રકરણમાં મનીષા ગોસ્વામીએ જેલમાંથી જ કાવતરું ઘડ્યું હોવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જોકે, જેલમાંથી મોબાઇલ ઝડપાયા બાદ સીમ કાર્ડ, કોલ રેકોર્ડ અને મોબાઇલ કઈ રીતે અંદર પોંચ્યા એની પોલીસ તપાસ નું પગેરું ગુંચવાઈ જાય છે. આ વખતે મેકઅપ અને રસોઈનો સમાન ઇલેક્ટ્રિક સગડી, તેલ, લોટ મળી આવ્યા છે. જેલર બી.કે. જાખલની ફરિયાદ નોધી ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે. આગળની મોબાઇલ ફોન ની તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. ત્યારે આ વખતે પોલીસ તપાસમાં શું નીકળે છે એ જોવું રહ્યું.

(9:23 AM IST)