તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 21st October 2024
કચ્છમાં હવામાન પલટાયું અડધાથી દોઢ ઇંચ વરસાદ
દિવાળીમાં ચોમાસું માહોલે વ્યાપારીઓની સાથે ખેડૂતોની ચિંતા વધારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૧: એકાએક વાતાવરણમાં આવેલ પલટા સાથે કચ્છમાં ફરી વરસાદ પડ્યો છે. ભારે ગરમી વચ્ચે ગઈકાલે બપોર બાદ કચ્છમાં એકાએક વરસાદી માહોલ સર્જાયો હતો. જીલ્લામાં ૧૦ માંથી ૬ તાલુકામાં કયાંક ઝાપટા સાથે અડધો ઈંચ તો કયાંક ધોધમાર એક થી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
ભુજમાં એકાદ ઇંચ, અબડાસા અને નખત્રાણામાં છૂટોછવાયો અડધો, એક અને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રા અને અંજારમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. રવિવારે દિવાળી તહેવારો પૂર્વે જામેલા શોપિંગનો માહોલ બગડતા વ્યાપારીઓ માટે માઠી સર્જાઈ હતી. તો, ફરી એક વાર વધુ વરસાદના મારથી પાકને નુકસાન થતાં ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો પડ્યો છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
