News of Monday, 21st October 2024
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને એક જ દિવસમાં પાંચ મનોરથો યોજાયા
સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાંકિત કલાકારોએ ગોંડલના આંગણે રાસ ગરબાની રંગત જમાવી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૨૧: દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારના રોજ ઠાકોરજીને સવારે મંગલા આરતીથી સાંજે સંધ્યા આરતી સુધીમાં એક જ દિવસમાં પાંચ મનોરથ દર્શનો યોજવામાં આવ્યા હતા.
પાંચ અલગ અલગ યજમાનો દ્વારા વારાદાર જયેશભાઈ પૂજારીના સૌજન્યથી યોજવામાં આવનાર પાંચ મનોરથોમાં સવારે ૬:૩૦ કલાકે મંગલા આરતી સમયે ઠાકોરજીને સુકામેવા - પાનબીડા માખણ મીસરી ભોગ બાદમાં સવારે ૯ વાગ્યે ખીર - દહીંથરા સાથેનો કુનવારા ભોગ મનોરથ યોજાશે. સવારે શળંગાર આરતી સમયે ૧૧ વાગ્યે અન્નકૂટ મનોરથ યોજવામાં આવશે. સાંજે ૫ વાગ્યે સુકામેવા ભોગ તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે સંધ્યા આરતી સમયે સુકા મેવા મનોરથ યોજાયા હતા.
પૂજારી જયેશભાઈના સહયોગથી ઠાકોરજીને વિશેષ વાઘા, અલંકારો, મોરમુકુટ શંખ ચક્ર ગદા પદમ સાથે અલૌકિક દર્શનની ઝાંખી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક ભોગમાં નિત્યક્રમની ચાર આરતી સિવાય મનોરથની ઉત્સવ આરતી પણ કરવામાં આવી હતી. દિપાવલી પર્વ પૂર્વે દિપાવલીના આગમનની ઝાંખી ભાવિકોને થઇ હતી.રવિવાર હોય સપ્તાહના અન્ય દિવસોથી વધુ ભાવિકો રહેતી હોય ત્યારે વધુ ભાવિકો પ્રત્યક્ષ રીતે દિવ્ય મનોરથોનો લાભ લીધો હતો. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કળષ્ણભકતો આ મનોરથ દર્શનનો લાભ લીધો હતો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
