News of Monday, 21st October 2024
સુરેન્દ્રનગરના ભેટ ગામની યુવતિ ઉપર દુષ્કર્મ
મુળી પોલીસ સ્ટેશનમાં વિરામ અને દશરથ સારદીયા સામે ગુન્હો દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧ : મુળી તાલુકાના ભેટ ગામ ખાતે આવેલ એક કારખાનાની ઓરડીમાં ૧૭ વર્ષની સગીરાને લઈ જઈ અને વિરામ અને દશરથ નામના બે યુવાનોએ વારાફરતી યુવતીને શિકાર બનાવી અને દુષ્કર્મ આચર્ર્યા હોવાની ફરિયાદ નોંધાય છે ત્યારે પીડિત પરિવાર મૂળી પોલીસ મથકે પહોંચતા આ લોકો સામે ફરિયાદ નોંધાય છે અને આ બંને યુવકોને ઝડપી લેવા માટેની પણ હાલમાં મૂળી પોલીસે કામગીરી શરૂ કરી હોવાનું જ જાણવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ માસમાં દુષ્કર્મના ત્રણ બનાવો સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે અનેક પ્રકારના સવાલો હાલમાં ઉત્પન્ન થઈ રહ્યા છે અને સુરેન્દ્રનગર જાહેર તેમજ જિલ્લા અને તાલુકામાં અથવા કોઈ છેડતીના બનાવતો અનેક અને દરરોજ બનતા રહે છે પરંતુ એની કોઈ ફરિયાદ નોંધાતી ન હોવાના કારણે પોલીસ બે ખબર રહે છે ત્યારે આવી ઘટનાઓ બને છે હાલમાં બળાત્કારની ઘટનામાં આગળની વધુ તપાસ મૂળી પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
