તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
મેં ગુરૂકુળમાં અભ્યાસ કર્યો અને હાલ ૩ થી વધુ ગુરૂકુળની જવાબદારી સંભાળુ છું : આચાર્ય દેવવ્રતજી
ઉનામાં સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા નિર્માણ થનાર મંદીર અને ગુરૂકુળનું ભુમીપુજન કરતા રાજયપાલશ્રીઃ શિક્ષણમંત્રી પ્રફુલભાઇ અને વિધાનસભાના દંડક કૌશીકભાઇ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો-ભકતો-કાર્યકરો ઉપસ્થિત રહયા : ઉના અને ગીરગઢડા વિસ્તારમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપતું ખેડુત કેન્દ્ર શરૂ કરાશે તેવી સ્વામીનારાયણ ગુરૂકુળ અને મંદીરના ભુમીપુજન અને શિલાન્યાસ સમારંભમાં જાહેરાત

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૨૧: સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા ઉનામાં નિર્માણ થનાર સ્વામીનારાયણ ગુરૂકુળ અને સ્વામીનારાયણ મંદીરનું ભુમીપુજન રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ હતું કે મેં પોતે ગુરૂકુળમાં અભ્યાસ કર્યો છે અને હાલ ત્રણથી વધુ ગુરૂકુળની જવાબદારી સંભાળુ છું.
ઉના ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા નિર્માણધિન ગુરુકુળ અને મંદિરના ખાત મુહુર્ત અને શિલાન્યાસ કાર્યક્રમ માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને વિધાનસભા દંડક કૌશિકભાઇ વેકરીયા રહ્યા ઉપસ્થિત રહયા હતા. ઉનામાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંપ્રદાયનું એક પણ મંદિર ન હોવાથી ગીર ગઢડા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ પાસેના ભાગે રાજકોટ ગુરુકુળ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.
ઉનામાં પણ આ ૬૧ મી શાખાનું નવું સ્વામિનારાયણ મંદિર બને તે માટેના આયોજનમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના સંતો, મહંતો તેમજ ભક્તો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નુતન મંદિર ભૂમિ પૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો. જેમાં ગુજરાત સરકારના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,રાજકોટ ગુરુકુળ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉના ગીર ગઢડા રોડ યોજવામાં આવેલા આ કાર્યક્રમમા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવાઈ મારફતે સ્યુગર ફેકટરી ગ્રાઉન્ડ આવેલા અને ત્યારબાદ ભૂમિપૂજન અને શિલાન્યાસ કરેલ હતું.
ભૂમિપુજન મહોત્સવ સભા તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભક્તો જોડાયા હતા. કરોડોના ખર્ચે તૈયાર થનારું આ સ્વામિનારાયણ મંદિર ૬ માસમાં તૈયાર કરવાનું અને જેમાં નીલકંઠવર્ણી ભગવાનનું એક મંદિર અને ધોરણ ૧ થી ૧૨ સુધીનો શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સિવાય અહી ઉના અને ગીર ગઢડા વિસ્તારના ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વાળવાના પ્રયાસ રૂપે અહી એક પ્રાકળતિક ખેતીને લગતી માહિતી આપતું ખાસ ખેડૂત કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત સમારંભમાં કરાઇ હતી. અહીં આ ગુરુકુળના ભૂમિ પૂજન અને મંદિરના શિલાન્યાસ માં દાતાઓએ ખુલ્લા હાથે દાન સ્વરૂપે સેવા આપી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પોતે પણ ગુરુકુળમાં અભ્યાસ કર્યો હોવાની વાત જણાવી અને હાલ ૩ થી વધુ ગુરુકુળની જવાબદારી સંભાળે છે એ વાત સ્વામીનારાયણ ગુરૂકુળ અને મંદીરના ભુમીપુજન-શિલાન્યાસ સમારંભમાં કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
