News of Monday, 21st October 2024
પૂર્વ મંત્રી દિવંગત બાબુભાઇ લાલની જન્મતિથિના દિવસે જામનગરના ધર્મ-શિક્ષણ અને માનવ સેવાના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ
ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં કાલે રકતદાન યજ્ઞ-ગણપતિ પંડાલોના સંચાલકો તેમજ ધો. ૧૦-૧૨ના તેજસ્વી છાત્રોના સન્માનના કાર્યક્રમો થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.ર૧ : જામનગર પંથકમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે તા.રર ના શહેરમાં ધર્મ - શિક્ષણ અને માનવ સેવાના ત્રિવેણી સંગમરૂપ અભિનવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ‘છોટી કાશી'માં ગણપતિ મહોત્સવની ઉજવણીમાં જોડાનાર ગણેશ પંડાલોના સંચાલકોનું તેમજ ધો.૧૦-૧ર ની તેજસ્વી યુવા પ્રતિભાઓનું સન્માન કરવા સાથે રકતદાન યજ્ઞ જેવી માનવ સેવાની પ્રવૃતિને વેગ મળે તે માટે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ તા.રર(મંગળવાર) ના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ દિવસે ઓશવાળ સેન્ટરના વાતાનુકુલીત બેન્કવેટ હોલ ખાતે સાંજે પ થી ૭ વાગ્યા દરમ્યાન રકતદાન યજ્ઞ તેમજ ગણપતિ પંડાલોના સંચાલકો અને ધો.૧૦-૧ર ના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન કરવામાં આવશે આ સાથે આ પ્રસંગે શહેરના સંતો-મહંતો-ધર્માચાર્યો આર્શિવચન આપવા પધારશે તેમ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલની યાદીમાં જણાવાયું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
