<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

જુનાગઢમાં ખંડણી-લૂંટના ગુન્‍હામાં મહિલા અને પુરૂષની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧:  જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજાડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી જુનાગઢ શહેર વિસ્‍તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ઇજા, ખાનગી મિલ્‍કતને નુકશાન જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કરી ગુનાઓ આચરતા ર ઝડપાયા છે.

આ અગાઉ આરોપીઓ (૧) રાજુ બાવજીભાઇ સોલંકી રહે. પ્રદિપના ખાડીયા વિસ્‍તાર વીર મેઘમાયાનગર, જુનાગઢ (ર) જયેશ ઉર્ફે જવો બાવજીભાઇ સોલંકી રહે. પ્રદિપના ખાડીયા વિસ્‍તાર, જુનાગઢ (૩) દેવ રાજુભાઇ સોલંકી, રહે. પ્રદિપના ખાડીયા વિસ્‍તાર, વીર મેઘમાયાનગર, જુનાગઢ, (પ) યોગેશ કાળાભાઇ બગડા, રહે. પ્રદિપભાઇ ખાડીયા વિસ્‍તાર, વીર મેઘામાયાનગર, જુનાગઢ તથા (પ) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ સોલંકી રહે. પ્રદિપના ખાડીયા વિસ્‍તાર, વીર મેઘમાયાનગર, જુનાગઢ વાળાઓએ અટક કરેલ હતા.

તપાસ દરમ્‍યમાન હંસા રાજુભાઇ બાવજીભાઇ સોલંકી રહે. જુનાગઢ પ્રદિપ ખાડીયા તથા (ર) નશરૂદ્દીન ઉફૈ નશરો ડાડો ગફારભાઇ મજગુલ રહે. જુનાગઢ દોલતપરા વાળાઓ સંગઠીત ગુના આચરતી ટોળકી ઓરગેનાઇઝડ ક્રાઇમ સીન્‍ડીકેટમાં સંડોવાયેલા હોવાનું તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ હોય. જેથી બંને આરોપીઓને ઝડપી લેવાયા છે.

(1:55 PM IST)