News of Monday, 21st October 2024
પંજાબમાં ઠેર-ઠેર જે ડ્રગ્સની સ્થિતિ છે તેવી આપણા વિસ્તારમાં થાય તે પહેલા સામાજિક બનો, પુસ્તકો વાંચો : મુક્તાનંદજી બાપુ
જુનાગઢમાં વાંચન વલોણું સંસ્થાના ત્રિવિધ કાર્યક્રમમાં મુક્તાનંદજી બાપુ અને જિલ્લા પોલીસ વડાની યુવાનોને લાલબતી ચેતજો, નહીં તો સોરઠ-સૌરાષ્ટ્રના ગામડાઓ સુધીનું યુવાધન ડ્રગ્સ એડીક્ટ થઈ જશે !! : એસ.પી. હર્ષદ મહેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૧ : પુસ્તક વાંચવાથી મન અને તન સ્વસ્થ બને છે. આ પુસ્તક માણસને સામાજિક બનાવે છે. અત્યારે સોરઠ અને સૌરાષ્ટ્રના વ્યસનોમાં ખાસ કરીને ડ્રગ્સના સકંજામાં યુવાનો ફસાઈ રહ્યા છે અને જો આ નહીં અટકે તો એકાદ દશકામાં સોરઠના ગામડાઓ સુધી આ ડ્રગ્સ ખુબ ચિંતાજનક રીતે ભરડો લઈ ગયું હશે. આવી સ્થિતિમાં આ ભયંકર દુષણના ઉપાયોમાં એક ઉપાય યુવાનો વાંચતા થાય તે છે. યુવાનોમાં પુસ્તકો વંચાશે તો સમજણશક્તિ વધશે અને ડ્રગ્સ જેવા દુષણમાં ફસાતા અટકશે. પંજાબમાં આ નશીલા પદાર્થોની ખુબ ભરમાર છે તે સ્થિતિ અહીં ન થાય તે માટે ખુબ ચેતવાની જરૂર છે. આ શબ્દો છે સોરઠના એક વરિષ્ઠ સંત અને વરિષ્ઠ પોલીસ અધિકારીના.
ગત શનિવારે જૂનાગઢના જયશ્રી ફાટક પાસે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોલમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા યોજાયેલા હરતું-ફરતું પુસ્તકાય, વાંચે છે પોલીસ અને ડિજીટલ લાઈબ્રેરીના લોકાર્પણ એમ ત્રિવિધ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભારત સાધુ સમાજ અધ્યક્ષ અને વરિષ્ઠ સંત મુક્તાનંદજી બાપુએ હરતું-ફરતું પુસ્તકાલયની વાનને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે પુસ્તકનું વાંચન સમાજને ફક્ત સમળદ્ધ જ નથી બનાવતું, આ સમાજમાં ઙ્કસરેલી બદીઓથી પુસ્તક વાંચવાથી મુક્તિ મળે છે. પાન-માવાના વ્યસન, દારૂ બાદ હવે યુવાનો ડ્રગ્સ તરફ વળ્યા છે તે ખુબ ચિંતાજનક બાબત છે. જો ઘરે-ઘરે પુસ્તકો વંચાશે તો યુવાનો પણ વાંચતા થશે અને સમજણશક્તિ વધતા આવા ભયંકર દુષણોમાંથી મુક્ત થવા આ યુવાનો ઙ્કેરાશે. અત્યારે પંજાબમાં સરહદ પારથી આવતા ડ્રગ્સને કારણે આ યુવાનો બરબાદી તરફ જઈ રહ્યા છે અને ત્યાં સ્થિતિ એટલી ભયંકર થતી જાય છે કે પંજાબના ઘણા વિસ્તારોમાંથી માતા-પિતા તેના સંતાનોને આ દુષણમાંથી મુક્ત કરવા અમારા જેવા સંતોનું માર્ગદર્શન માંગે છે. આ વરિષ્ઠ સંતે પોલીસ પરિવારો સતત વાંચતા થઈ રહ્યા છે તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.
જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર - સોરઠમાં ડ્રગ્સના વ્યસનમાં સ્થિતિ ગામડાઓ સુધી પહોંચવામાં છે. વિસાવદર તાલુકાના કાલસારી ગામની સીમમાં ડ્રગ્સની પાર્ટી થાય તે વિષય ખુબ ચિંતાજનક કહેવાય. આ વ્યસનને નાબુદ કરવા પોલીસે તો કમર કસી છે પણ આ દુષણને પાયાથી નાબુદ કરવાના કેટલાક ઉપાયોમાંનો એક ઉપાય છે પુસ્તકોનું વાંચન. જો યુવાનો સહિતના સમાજના લોકો પુસ્તકો વાંચતા થશે તો વધુ સમજણશક્તિ કેળવાશે અને આ દુષણથી તેઓ દુર રહેશે.
ᅠ શિક્ષણવિદ્ સુરેશભાઈ વેકરીયાએ તેમના પિતા અને માજી સાંસદ સ્વ.નાનજીભાઈ વેકરીયાની સ્મળતિમાં વાંચન વલોણું સંસ્થાને ડિજીટલ લાઈબ્રેરી પેટે રૂા.૧ લાખ ૫૧ હજારનું દાન જાહેર કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વાંચન વલોણું સંસ્થાના મુખ એલ.વી.જોષીએ મહેમાનોને આવકાર્યા હતાં જ્યારે પુસ્તક પરબના મુખ્ય કાર્યકર નિધીબેન પંડ્યાએ કળષિ યુનિવર્સિટી કેમ્પસમાં આ સંસ્થા દ્વારા ચાલતી વાંચનની ઙ્કવળતિઓ અંગેની વિગત આપી હતી. વાંચન વલોણું સંસ્થા દ્વારા સાધુ-સંતો અને પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલા વાંચે છે પોલીસ કાર્યક્રમ અંતર્ગત ત્યાં હાજર રહેલા ૧૦૦ જેટલા પોલીસ જવાનોને સંસ્થાના સભ્ય અને શિક્ષણવિદ્ માતંગભાઈ પુરોહિતે પુસ્તકો વાંચવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં પોલીસ જવાનોએ એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે હું વાંચીશ... વાંચીને જ્ઞાનસમળદ્ધ બનીશ અને કુટુંબ- પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. આ પ્રસંગે પોલીસ પરિવારો માટે બેસીને વાંચી શકાય તેવી સેંકડો પુસ્તકોની લાઈબ્રેરીને પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોલ ખાતે મુક્તાનંદજી બાપુના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સભ્ય ભરત મેસીયાએ કર્યું હતું. આ ઙ્કસંગ બાદ કાર્યરત થયેલ હરતું-ફરતું પુસ્તકાલય જ્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ઘરે-ઘરે ફર્યું ત્યારે આ લાઈબ્રેરીમાંથી પુસ્તકો વાંચી પોલીસ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહેરના શૈક્ષણિક-સેવા ક્ષેત્રોના અગ્રણીઓ, શહેરીજનો અને પોલીસ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
