<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ધ્રોલ પાસે ટેન્કર ચાલકને ચાલુ ગાડીમાં હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ

વાગુદડ નજીક ચાલુ ગાડીએ હાર્ટએટેક આવતા ટ્રક પલ્ટી મારી ગયો : ડ્રાઇવરનું મૃત્યુ થતાં પરિવારજનોમાં અરેરાટી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૧ :             જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ટેન્કર ચાલકને ચાલુ ગાડીમાં હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

             પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના વાગુદડ નજીક ચાલુ ગાડીએ ટ્રેન્કર ચાલકને હાર્ટએટેક આવ્યો હતો. અને ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક ડ્રાઈવરનુ મૂત્યુ થતા  તેઓને ધ્રોલ સહકારી હોસ્પીટલમા ખસેડ્યા છે.પોલીસ ધટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(2:08 PM IST)