News of Monday, 21st October 2024
પોરબંદર બરડા ડુંગરની ૪ દિવસની પરિક્રમા
નવેમ્બર તા.૪ ની વહેલી સવારથી પ્રસ્થાન : પરિક્રમામાં પ્રથમ પડાવ, રાત્રી રોકાણ રાણીપર ધિંગેશ્વર મંદીરે : ઘુમલી મોડપર બિલેશ્વર મહાદેવ સહીત ઐતિહાસિક સ્થળોના રૂટ ઉપર થઇ રાણાવાવ જાંબુવતી ગુફા સ્થળે પરિક્રમા પુર્ણ થશેઃ આયોજન સમીતી દ્વારા નામ નોંધણી

પોરબંદર, તા., ૨૧: આગામી નવેમ્બર-તા.૪ ની વહેલી સવારે બરડા ડુંગરની પરિક્રમાનો પ્રારંભ થશે. બરડા ડુંગરની પરિક્રમા માટે આયોજન સમીતી દ્વારા પરિક્રમામાં જોડાવવા ઇચ્છતાઓ માટે નામ નોંધણી શરૂ કરાઇ છે.
બરડા ડુંગરની પરિક્રમા નવેમ્બર કારતક સુદ ૩ને સોમવાર તા. ૪ થી (ચાર દિવસ) યોજાશે. બરડો ડુંગર દેવભુમી છે. તે ૧૪ મું રતન છે. તેમાં અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે.
શ્રી ત્રિકમાચાર્ય બાપુ તથા શ્રી વિંધ્યવાસી(વેણુવાળીમાં)ની તપોભુમી છે.
બરડા ડુંગર પરિક્રમામાં પહેલો પડાવઃ તા. ૪ ને સોમવારે વહેલી સવારે ૮ કલાકે પ્રસ્થાન કરી જંગલના રસ્તે થઇ સાંજ સુધીમાં રાણપર ધિંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાત્રી રોકાણ અને બીજો પડાવઃ તા. પને મંગળવારે વહેલી સવારે પ કલાકે પ્રસ્થાન કરી પાછતર ઘુમલી થઇ મોડપર આહીર સમાજમાં રાત્રી રોકાણ કરાશે.
આ પરિક્રમાનો ત્રીજો પડાવઃ તા.૬ ને બુધવારે વહેલી સવારે પ કલાકે પ્રસ્થાન કરી બિલેશ્વર મહાદેવે ચા-નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ તથા ચોથો પડાવ : તા. ૭ ગુરૂવારે વહેલી સવારે પ કલાકે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતના ભોયરૂ પાસે પરિક્રમાની પુર્ણાહુતી થશે.
યાત્રીઓએ બરડાની પરિક્રમામાં પોતે પુરતો જાતેથી વહન કરી શકાય તેટલો સામાન તથા પાગરણ જાતે લાવવા. બધા પડાવે જમવા તથા રહેવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પોતાની સાથેનો માલ સામાન વહન કરવા સંસ્થાના દ્વારા વાહન રાખવામાં આવે છે. જે સામાન એક પડાવેથી બીજા પડાવે લઇ જશે.
પદયાત્રીઓને પડાવથી નીકળ્યા પછી ચા-નાસ્તો પાણીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પદયાત્રીઓ સાથે જરૂરી સ્વયં સેવકો, જરૂરી ચીજો રાખવામાં આવશે.
બરડા ડુંગર પરિક્રમા માટે નામ નોંધણી માટે ભીમાભાઇ મકવાણા-૯૯૧૩૯ પ૬૧૩૦, ચંદ્રેશભાઇ ભલસોડ-૮૩ર૦૯ ૧૬૬૪ર, રમેશભાઇ ચૌહાણ-૯૯ર૪૧ ર૯૪૮૯, સુનીલભાઇ ચૌહાણ-૯૦પ૪૪ ૦૦પ૦૦, લિલેશભાઇ સોની ૯૯૭૯૬ ૭૭૦૬પ, માલદેભાઇ ઓડેદરા-૯૭ર૬૭ પ૧૮૪પ, વશરામભાઇ પીપરોતર-૯૮રપર ૩ર૬૬પ, નિખીલભાઇ સોની-૯૭ર૩૩ ૦૩૭૧૧, જગુભાઇ મોરી-૯૮૭૯૦ ૦૬૩૧૧ તથા ધર્મેશભાઇ મકવાણા-૯૯૦૯૩ ૧૪૩૭૩ કોઇ પણ એક નંબર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પરેશ પારેખ
પોરબંદર
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
