તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Tuesday, 22nd October 2024
કેશોદના નોઝણવાવ ગામનાં ખેડૂતોએ તંત્ર સમક્ષ સહાયની માંગણી કરી

(કમલેશ જોષી દ્વારા)કેશોદ,તા. ૨૨:કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે ત્યારે નોઝણવાવ ગામનાં ખેડૂતો દ્વારા લેખિતમાં નાયબ કલેકટર અને મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે ખેતરોમાં મગફળી સોયાબીનતથા મગફળી પાક તૈયાર થઈ ગયો હતો એવામાં કમોસમી વરસાદ પડતાં પાકને ભારે નુકશાન થયું છે અને ઘાસચારો પણ બગડી ગયો છે. ખેડૂતોની મહેનત માથે પડી છે અને બિયારણ દવા ઉપરાંત ખેતમજૂરીની રકમ કમોસમી વરસાદ સાથે ધોવાઈ જતાં ખેડૂતો દેવદાર બની ગયા છે જેથી સરકાર દ્વારા અમોને સહાય ચુકવવામાં આવે એવી રજુઆત કરી હતી. કેશોદના નોઝણવાવ ગામનાં ખેડૂતો દ્વારા શિયાળું પાક લેવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
કેશોદના નાયબ કલેકટર અને મામલતદાર દ્વારા નોઝણવાવ ગામનાં ખેડૂતોની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડી આપવાની ખાત્રી આપી હતી. કેશોદ પંથકમાં છેલ્લાં પંદર દિવસથી પડતાં છુટા છવાયા ભારે અતિભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે ત્યારે રાજય સરકાર દ્વારા આર્થિક સહાય આપી ખેડુતોને આર્થિક બોજામાંથી મુક્ત કરવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
