News of Tuesday, 22nd October 2024
જુવાર-બાજરી-રાગીના પાકમાં ખેડુતોને કિવન્ટલ દીઠ ૩૦૦નું બોનસ અપાશેઃ કુંવરજીભાઇ બાવળીયા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા.રરઃ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખેડૂતો પ્રત્યે ઉદારતાપૂર્વક નિર્ણય કરીને બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત કિવન્ટલદીઠ રૂ.૩૦૦ બોનસ આપવાની જાહેરાત કરી છે.
આ ત્રણ જણસ ઉપરાંત ડાંગર અને મકાઈની પણ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી થશે. આ બધી ખરીદી લાભપાંચમથી યાને ૬ઠ્ઠી નવેમ્બરથી શરૂ થશે અને જે ૧૫મી જાન્યુઆરી-૨૫ સુધી ચાલશે. લઘુતમ ટેકાના ભાવે પોતાનો માલ વેચાણ કરવા માગતા ખેડૂતોએ ૩૧મી ઓક્ટોબર સુધીમાં તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે નાગરિક પુરવઠા વિભાગને કેબિનેટ મંત્રીનો સહાનુભૂતિપૂર્વકનો નિર્ણય લેવાયો છે.
મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, ક્વિન્ટલ દીઠ બોનસ અને ટેકાના ભાવ સાથે બાજરી રૂ.૨,૯૨૫માં, જુવાર હાઇબ્રિડ રૂ.૩,૬૭૧માં, જુવાર (માલદડી) રૂ.૩,૭૨૧માં અને રાગી રૂ.૪,૫૯૦માં પ્રતિક્વિન્ટલ ખરીદાશે, જ્યારે ડાંગર કોમન રૂ.૨,૩૦૦માં, ડાંગર-એ ગ્રેડ રૂ.૨,૩૨૦માં તથા મકાઈ રૂ.૨,૨૨૫માં પ્રતિ ક્વિન્ટલ ખરીદાશે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
