News of Wednesday, 23rd October 2024
કચ્છના માંડવીમાં પાણીમાં ડૂબી જતાં બે સગીર બાળકોના મોત
બંને પિતરાઈ ભાઈઓ ભેંસ ચરાવવા ગયા હતા : બબ્બે બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : કચ્છના માંડવીના મારવાડા વાસમાં રહેતા બે સગીર બાળકોના નદીના પટમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં બન્નેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. સંબંધમાં પિતરાઈ ભાઈઓ ૧૪ વર્ષનો વિકેશ મનજી મારવાડા અને ૧૩ વર્ષનો હીરજી શિવજી મારવાડા બંને સાથે ભેંસો ચરાવવા ગયા હતા.
માંડવીની સીમમાં ભારાપર ગામ પાસેની નદીના પટમાં ગયેલા આ બન્ને સગીર પિતરાઈ ભાઈઓ ઘેર પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે નદીના પટમાં પાણી ભરેલા ખાડા પાસે બંનેની ચપલ અને લાકડી જોવા મળી હતી. જેથી પાણી ભરેલા ઊંડા ખાડામાં તરવૈયાઓની મદદથી શોધખોળ કરતા બંને બાળકોની લાશ મળી હતી. બબ્બે બાળકોના મોતના બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયું હતું.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
