News of Wednesday, 23rd October 2024
ધર્મના નામે ભેદ ઉભા કરનારાને કથા નહીં સમજાયઃ પૂ. મોરારીબાપુ
રામાયણ ‘અભણ' થઇને વાંચજો... આપણા જેવા ‘ઠોઠ'નો નહીં પરંતુ ‘ઠેઠ'નો ગ્રંથ છે રામાયણ... : ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કાકીડી ગામે આયોજીત શ્રીરામકથામાં દરરોજ ઉમટતા ભાવિકોઃઆજે પાંચમો દિવસ

(મેઘના વિપુલ હિરાણી- મુકેશ પંડિત દ્વારા)ભાવનગર-ઇશ્વરીયા,તા. ૨૩: ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરીને પૂ.શ્રી મોરારીબાપુએ કહ્યું. રામાયણ ‘અભણ' થઈને વાંચજો, આપણાં જેવાં શ્નઠોઠઙ્ખનો પણ શ્નઠેઠઙ્ખનો ગ્રંથ છે.
રામકથા શ્નમાનસ પિતામહઙ્ખ વર્ણન સાથે મહાભારત તેમજ આપણાં લોકસાહિત્યનો સમન્વય કરીને શ્રી મોરારિબાપુએ કથા ઙ્કવાહમાં ટકોર કરતાં ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ જણાવ્યું. રામાયણ શ્નઅભણઙ્ખ થઈને વાંચજો, આપણાં જેવાં શ્નઠોઠઙ્ખનો પણ શ્નઠેઠઙ્ખનો ગ્રંથ છે. જો કે, વિદ્વતા સાથેનું અધ્યયન પણ જરૂરી છે, આમ છતાં આપણને આ વધુ સરળ છે, તેમ ઉમેર્યું.
શ્નસિંહાસન પર ત્રિભુવન સાંઈ, દેખિ સુરન્હ દુદુંભિ બજાઈ, તારન તરન હરન સબ દૂષણ, તુલસીદાસ ઙ્કભુ ત્રિભુવન ભૂષણ. - આ ચોપાઈને કેન્દ્રમાં રાખી શ્રી ત્રિભુવનદાદાનાં પૂણ્ય સ્મરણ સાથે શ્નમાનસ પિતામહઙ્ખ રામકથા વર્ણન કરતાં શ્રી મોરારિબાપુએ ઙ્કારંભે દુર્ગા સપ્તશતી ગાન મહિમા વર્ણવ્યો.
રામકથા ઙ્કવાહમાં શ્રી મોરારિબાપુએ બાલકાંડ એ ઙ્કકાશ આપનાર તેમજ દીવા રૂપ ગણાવી તે ઓલવાશે નહિ તેમ કહ્યું. આપણાં ઉત્કર્ષનું મૂળ ન ભૂલવા ભાર મૂકતાં શીખ આપી કે, જો તમારું મૂળ ભૂલશો તો કદાચ ઙ્કગતિ તો થશે પણ શાંતિ નહિ આવે.! આ સાથે અયોધ્યા કાંડ એ અજવાળા પછી ઙ્કેમ આપનાર ગણાવ્યો.
પાંડવો તથા હનુમાનજીને શિક્ષા, દીક્ષા અને ભિક્ષા અંગે વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ઙ્કસંગ વર્ણનો સાથે કહ્યું કે, પાંડવોને શિક્ષા દ્રોણાચાર્યે આપી, દિક્ષા ભીષ્મે આપી અને ભિક્ષા કળષ્ણે આપી આવી જ રીતે હનુમાનજીને શિક્ષા સૂર્યે આપી, દિક્ષા રામે આપી અને ભિક્ષા જાનકીએ આપી.
શ્રી મોરારિબાપુએ ભાવવાહી શ્લોક અને લોકનાં સમન્વય સાથે કાકીડીનાં ત્રિભુવનઘાટ પર યોજાયેલ રામકથા રામકથા છે, તેમ ભાવ વ્યક્ત કર્યો.
આજની કથામાં મહાભારત અને તે સંદર્ભે થયેલ સાહિત્ય સર્જન ઉલ્લેખ કરતાં શ્રી મોરારિબાપુએ શ્રી નાનાદાદા ભટ્ટ સાથે શ્રી સચ્ચિદાનંદજી સ્વામી, શ્રી દિનકર ભાઈ જોષી, શ્રી ગુણવંતભાઈ શાહ સહિત ઘણાંનું સ્મરણ કર્યું.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
