News of Wednesday, 23rd October 2024
લવ જેહાદની જાળઃ પૂનાનો જિયાદ મુંબઈના અલ્તાફ અને કચ્છમાં કાસમની મદદથી હિન્દુ સગીરાના ઘર સુધી પહોંચ્યો
હિન્દુ નામ ધારણ કરી ૨૮ છોકરીઓને મેસેજ કરનાર જિયાદનું લવ જેહાદ પ્રકરણ ગંભીર, ફેક આઈડી દ્વારા ફ્રેન્ડશીપના નામે ટીનેજર યુવતીઓને ફસાવાય છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩: કચ્છના ચકચારી લવ જેહાદ પ્રકરણની પોલીસ તપાસમાં પૂનાથી વાયા મુંબઈ થઈ કચ્છ કનેક્શન ખૂલ્યું છે. ૨૮ જેટલી છોકરીઓને મેસેજ કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર પૂનાના જિયાદ શેખનું લવ જેહાદ પ્રકરણ આજે સોશ્યલ મીડિયાના માધ્યમ થકી ફ્રેન્ડશીપ કરી હિન્દુ યુવાનના નામની ફેક આઈડી દ્વારા અન્ય ધર્મની યુવતીઓને ફસાવવાના ષડયંત્ર સામે લાલબતી રૂપ છે.
પૂનાના જિયાદે પોતાનું નામ જિગર દર્શાવી મૂળ કચ્છની અને હાલ મુંબઈ રહેતી સગીરવયની યુવતી સાથે ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરી તેની સાથે શરીર સંબંધ બાંધી અશ્લીલ ફોટા અને વીડિયો ઉતાર્યા હતા. પ્રેમ ઘેલી સગીરાએ જ્યારે લગ્નની વાત કરી તો જિગરે અસલિયત પરખાવી પોતે મુસ્લિમ હોવાનું કહી ધર્માંતર કરવાનું કહ્યું હતુ. સગીરાએ અસલિયત જાણી બ્રેક અપ કર્યું તો જિયાદે તેના ભાઈની આઈડી ઉપર અશ્લીલ ફોટા, વીડિયો મોકલી ધર્માંતર સાથે લગ્ન કરવા દબાણ કર્યું એટલે સગીરાનો પરિવાર મુંબઈથી વતન કચ્છના માંડવી તા.ના ગોધરા ગામે આવી ગયો. પણ, જિયાદે પીછો ન છોડ્યો અને ધર્માંતર સાથે સગીરા પોતાની સાથે લગ્ન કરે એ માટે કચ્છ આવ્યો. પોતાની સાથે સંપર્ક રહે તે માટે જિયાદ સગીરાના ગામ ગોધરા પહોંચ્યો. આ કેસની તપાસમાં પોલીસે જિયાદની મદદ કરનાર કચ્છના ગોધરા ગામના કાસમ ઓસમાણ હિંગોરાજની ધરપક્ડ કરી છે. શિવ શક્તિ ગેસ્ટ હાઉસમાં કામ કરતા કાસમ સુધી જિયાદને મુંબઈના અલ્તાફે પહોંચાડ્યો હતો. પોલીસે હવે અલ્તાફ તરફ તપાસની સોઈ લંબાવી છે. જોકે, આ સમગ્ર પ્રકરણ ધાર્યા કરતા વધુ ઊંડું છે અને એક ષડયંત્ર હોય એવું દેખાઈ રહ્યું હોઈ ઘનિષ્ઠ અને ઊંડી તપાસ જરૂરી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
