News of Wednesday, 23rd October 2024
ગીરસોમનાથના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
પ્રાચી ઘંટીયા, ટીમ્બડી ખાંભા, ટોબરા, મહોબતપરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો: તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ વિદાય લેતા લેતા પણ ખેડૂતો માટે મુશ્કેલીઓ લાવી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. ગીર સોમનાથમાં પાછોતરા વરસાદ ખેડૂતો માટે તબાહી લઇને આવ્યો છે.
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પ્રાચી ઘંટીયા, ટીમ્બડી ખાંભા, ટોબરા, મહોબતપરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો આ તરફ તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે આંકોલવાડી ગામે વહેતો બિલીનદી નામનો વોકળો છલકાયો છે. પુષ્કળ પ્રમાણમાં જંગલનું પાણી આવતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યુ છે. કોડીનારના આણંદપુર સહિતના ગામોમાં ભારે વરસાદ ખેડૂતોના મગફળીમાં પાકને નુકસાન પહોંચ્યુ છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
